Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજિત રેલીનો પ્રારંભ સવારના 11:00 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્‍યો હતો. અને ગુરુદેવ નગર ખાતે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીલડવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાઈને દેશભક્‍તિનુ પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંત શ્રી સ્‍વરૂપદાસજી, ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભિલાડ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ભરતભાઈ જાદવ, આગેવાન શ્રી રામદાસ વરઠા, શ્રી પિયુષભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રુપના અગ્રણી શ્રી નીતિનભાઈ રાણાવત, મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત મોટી સંખ્‍યામાં હાજરી જોવા મળી હતી.

Related posts

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment