Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલમાં આપણા દેશના 7પ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીનું આયોજન પ્રાથમિક શાળાના મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ અને ઉચ્‍ચ પ્રાથમિકના મુખ્‍ય શિક્ષક શ્રી બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમગ્ર શાળાના પટાંગણમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવીને સ્‍વતંત્રતાના અમૃત મહોત્‍સવની શરૂઆત કરી હતી. ભારતની આઝાદીના 7પ અને અમૃત મહોત્‍સવ વિશે શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈ ભંડારીએ સમજાવ્‍યું હતું. શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈની આગેવાની હેઠળ 600 વિદ્યાર્થીઓ સાથે મહારેલીકાઢવામાં આવી હતી. આ સાથે શિક્ષકો ભારતીબેન અને બિનાબેનના માર્ગદર્શન હેઠળ આજે શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધોરણ-પની વિદ્યાર્થીની અદિતિ રામેશ્વર અને દ્વિતીય ક્રમે કાજલ યોગેન્‍દ્ર રહી હતી.
આઝાદીના અમૃત મહોત્‍સવની મહારેલીને સફળ બનાવવા શાળાના શિક્ષકો શ્રી કિરીટભાઈ, શ્રી જગદીશભાઈ, ભારતીબેન, બીનાબેન, ધર્મિષ્‍ઠાબેન, હેતલબેન, ચિરાગીબેન, ચૈતાલીબેન, શ્રી રવિન્‍દ્રભાઈ અને શ્રી રમેશચંદ્રનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
—-

Related posts

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

Leave a Comment