Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માર્ચ એન્‍ડીંગ પહેલાં વાપી નગરપાલિકા વેરા વસુલાત માટે મેદાનો : 8 દુકાન અને 2 એકમના નળ જોડાણ કાપી સીલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નગરપાલિકા દ્વારા માર્ચ એન્‍ડીંગ પહેલાં લક્ષાંક પુર્ણ કરવા માટે વેરા વસુલાત કામગીરી ટોપ ગેયરમાં ચલાવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં ડુંગરા વિસ્‍તારમાં વેરો ભરપાઈ નહી કરતા એવી 8 દુકાન અને 2 એકમોના નળ જોડાણ કાપી મિલકતોને સિલ મારી દેવાયા હતા.
વાપી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી હાલમાં ચરમ સીમાએ ચાલી રહી છે. ગયા સપ્તાહે 58 લાખના વેરા વસુલાત કરાયો હતો. ચલા વિસ્‍તારમાં ઘરવેરો નહી ભરનાર અભિષેક પાર્કને વારંવાર નોટિસો આપવા છતાં વેરો નહી ભરાતા પાણી વિભાગે બિલ્‍ડીંગનું નળ જોડાણ કાપી નાખ્‍યું હતું. આદિત્‍ય એવન્‍યુમાં 2 દુકાન, શ્રી રેસીડેન્‍સીમાં 2 દુકાન, શિવાલીકા એપાર્ટમેન્‍ટમાં એક દુકાનને તાળુ માર્યું હતું. ડુંગરા વિસ્‍તારમાં મિલકત વેરો વર્ષોથી નહીં ભરનાર દમણગંગા ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં 2 એકમોને તાળા મારી કાર્યવાહી કરાઈ હતી. તદ્દઉપરાંત દિલીપનગરમાં એક દુકાન, ડુંગરી ફળીયામાં એક દુકાન, ગુરુદેવ કોમ્‍પલેક્ષમાં એક દુકાન સીલ મારી દેવાઈ હતી. વેરો વસુલાતના વેગ માટે શનિ-રવિએ પણ વેરા ભરવાની કામગીરી પાલિકામાં ચાલુ રખાઈ છે.

Related posts

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment