October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

મોટી સંખ્‍યામાં મહિલાઓ તિરંગા યાત્રામાં જોડાઈ આઝાદીની લડાઈમાં મહિલાઓનો પણ સિંહ ફાળો હોવાની યાદ અપાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13
આઝાદી કા અમૃત મહોત્‍સવના નેજા હેઠળ ઠેર ઠેર 75 માં આઝાદી વર્ષના ઉજવણી થઈ રહી છે. હર ઘર તિરંગાને પ્રોત્‍સાહન આપવા આજરોજ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલની આગેવાનીમાં રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનીઉપસ્‍થિતિમાં તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પારડી બાલાખાડીથી નીકળેલી આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર સ્‍વયંભુ યુવાનો જોડાયા હતા. બાલાખાડીથી નીકળેલ આ તિરંગા યાત્રા પારડી ચાર રસ્‍તા થઈ મુખ્‍ય બજાર થઈ દમણીઝાપા ખાતે આ રેલીનું સમાપન કરવામાં આવ્‍યું હતું. આજની આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્‍યામાં હાજર રહી આઝાદીની લડતમાં મહિલાઓનો પણ સિંહ ફાળો હોવાનું યાદ અપાવી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહો જેવા અનેક સૂત્રોએ સમગ્ર પારડી વિસ્‍તારને દેશ ભક્‍તિના રંગથી રંગી લીધો હતો.
આજની આ તિરંગા યાત્રામાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, સીલ્‍પેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જૈસીંગ ભરવાડ, પારડી શહેર માજી ઉપ પ્રમુખ કિરણ પટેલ, દેવેન શાહ, ધર્મેશ મોદી સહિત ખૂબ મોટી સંખ્‍યામાં પારડી શહેરના યુવાનો અને મહિલાઓ સહિત અનેક કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્‍થિત રહી સમગ્ર પારડી નગરમાં હર ઘર તિરંગાની યાદ અપાવી આ રેલીને સફળ બનાવી હતી.
—-

Related posts

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment