October 18, 2026
Vartman Pravah
વાપી

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
વલસાડ રેલ્વે સ્ટેશનને કેવડીયા-ચૈન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાતા દક્ષિણ ભારતીયોના વલસાડ ટ્રાવેલ્સ ઍસોસિઍશનને આજે બુધવાર વલસાડ સ્ટેશને ટ્રેનનું સ્વાગત કર્યુ હતું.
વલસાડ વિસ્તારમાં દક્ષિણ ભારતના પાંચ હજાર ઉપરાંત પરિવારો વસવાટ કરી રહ્ના છે. તેમના માટે વતનમાં જવા આવવાની અલાયદી ટ્રેનની સુવિધા અંગે લાંબા સમયથી માંગ હતી. દક્ષિણ ભારતીય પરિવારોઍ વલસાડને ટ્રાવેલ્સ અંગે દેખરેખ અને સંચાલન કરે છે.
આજે વલસાડ સ્ટેશને કેવડિયા ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેન આવી પહોîચતા ઍસોસિઍશનના અગ્રણીઅો ટ્રેનનું સ્વાગત કરી ટ્રેન પાયલોટને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રેલ્વે દ્વારા કેવડિયા સ્ટેચ્યુ અોફ યુનિટી સ્થળેથી ભારતભરમાં ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી આ ટ્રેન ગુજરાતના પ્રવાસીઅો માટે પણ કેવડીયા જવા આવવા ઉપયોગી સાબિત થશે.

Related posts

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment