April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13
ઉમરગામ ટાઉન વિસ્‍તારમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભવ્‍ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 8.00 કલાકના સમયે યાત્રાનો પ્રારંભ ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી કરવામાં આવ્‍યો હતો. આ રેલીમાં ઉમરગામ વિસ્‍તારના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી પ્રારંભ થયેલી રેલી આકાર મારુતિ સુધી પહોંચી હતી. અને ત્‍યારબાદ ફરી જુના પેટ્રોલ પંપ સુધી પહોંચી રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.
આ રેલીમાં ઉમરગામમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામના રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પોલીસ મથકના પી.એસ.આઈ શ્રી આર.બી. વનાર, ઉમરગામ પાલિકાના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામડી, વલસાડ જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન રાવલ, ઉમરગામ પાલિકાના માજી પ્રમુખ શ્રીમતી જશુમતીબેન દાંડેકર, અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment