October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

 (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.16
ચીખલી તથા ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદને પગલે કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓ ફરી બે કાંઠે વહેવા સાથે પુરની સ્‍થિતિ જોવા મળી હતી. કાવેરીનદીના ચીખલી, ગોલવાડ અને તલાવચોરા સ્‍થિત જૂના લો લેવલ પુરના પાણીમાં ગરક થઈ જવા પામ્‍યા હતા.
ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટા છવાયા વરસાદ વચ્‍ચે બે દિવસથી મેઘરાજાનું જોર વધવા પામ્‍યું છે. અને 15મી ઓગસ્‍ટના સોમવારના રોજ દિવસ દરમ્‍યાન સતત વરસાદ ચાલું રહ્યો હતો અને રાત્રે બે વાગ્‍યાના અરસામાં જ પવનના સુસવાટા સાથે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજા દિવસે મંગળવારના રોજ પણ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા વરસાદી માહોલ જામવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે બપોર બાદ વરસાદનું જોર ઘટયું હતું.
ચીખલી અને ઉપરવાસમાં સારા વરસાદથી કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓ બંને કાંઠે વહેતી જોવા મળી હતી. કાવેરી નદીની સપાટી ચીખલીમાં 12-ફૂટે રહેવા સાથે ગોલવાડ અને તલાવચોરા સ્‍થિત જુના લો લેવલ પુલ પુરના પાણીમાં ગરક થઈ ગયા હતા. જોકે શ્રાવણ માસમાં સારા વરસાદથી ડાંગર સહિતના પાકોને રાહત થવા પામી છે. ચીખલી પંથકમાં બપોરે ચાર વાગ્‍યે પુરા થતા 34-કલાકમાં 3.88 ઇંચ જેટલો વરસાદ વરસવા સાથે સિઝનનો કુલ 74.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Related posts

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

Leave a Comment