October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્‍યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્‍વોના હુમલાને કારણે કૂદી પડતા મોતને ભેટેલા ચીખલીતાલુકાના તલાવચોરા મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
ચીખલીના તલાવચોરા ગામે કોંગ્રેસી ધારાસભ્‍ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલની અધ્‍યક્ષતામાં રવિવારએ બેઠક મળી હતી. જેમાં તલાવચોરા ગામના આદિવાસી સમાજના મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી અપાઈ હતી. અગાઉ પણ આદિવાસી સમાજએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે મળી બીલીમોરા પોલીસ મથકે દેખાવ કરતા આરોપીઓ સામે 304 અને 307 જેવી કલમો ઉમેરવા પડી હતી. તે સાથે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમ છતાં પરિવારને પૂરતો ન્‍યાય મળ્‍યો નથી. જેને કારણે ન્‍યાય યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્‍ય પરીમલભાઈ, માજી તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ અને શુભાષભાઈ, અશોકભાઈ તથા મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજજનો ઉપસ્‍થિત રહ્યાં હતા. જેમાં ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, મારા આદિવાસી સમાજ સાથે અન્‍યાય થશે તો અનંત પટેલ આદિવાસી સમાજને ન્‍યાય અપાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે અને મારા આદિવાસી સમાજને ન્‍યાય અપાવીને જ જંપીશ.

Related posts

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment