વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
વાપી નજીક આવેલ કરવડ અંગ્રેજી માધ્યમ શાળામાં સ્વાતંત્રતાનો અમૃત મહોત્સવ આન-બાન-શાનથી ઉજવાયો. શાળાનું ધ્વજવંદન શાળાના પ્રમુખ આની આલ્ફાન્સો, ડાયરેક્ટર એ.ટી. વોહરા અને આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ અનેકવિધ કાર્યક્રમો ઘણા જ જોશ અનેઉત્સાહથી કરવામાં આવ્યા. કાર્યક્રમોમાં દેશભક્તિ ગીતો, સ્પીચ કોમ્પીટીશન, વેશભુષા તેમજ શાળામાં ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને શ્રી મુનીમ તરફથી સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ પટેલની યાદમાં ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી સ્નેહા આલ્ફાન્સો, તેમજ વ્યવસ્થાપક તરીકે શ્રી લક્ષ્મી તેમજ અન્ય શિક્ષકોનો ફાળો અમૂલ્ય રહ્યો હતો. રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને વિરામ આપ્યો હતો.