April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે હર્ષોલ્લાસ સાથે સ્‍વતંત્રદિનની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમો દ્વારા સંયુક્‍ત રીતે 76 માં સ્‍વતંત્ર દિનની રંગારંગ કાર્યક્રમો રજૂ કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્‍વજારોહણ વાપીના સમાજ સેવક અરુણભાઈ ભંડારીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. સ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍કૂલ, શ્રીમતી બી.એન.બી. સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના સંયુક્‍ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્‍સવ અને 76 માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે ધ્‍વજવંદક અરુણભાઈ ભંડારીના હસ્‍તે ધ્‍વજારોહણ બાદ રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રગાન સાથે આપણી આન, બાન, શાન તિરંગાને સલામી આપી હતી.
ત્‍યારબાદ વચનામૃતમ હોલમાં બાળમંદિરથી લઈ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી સમગ્ર માહોલ દેશભક્‍તિના રંગે રંગી દીધો હતો.આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ દેશના આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે સૌને શુભેચ્‍છા આપી દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીરો શહીદોને યાદ કરી તેમની દેશદાઝની ભાવનાને બિરદાવી હતી. પૂજ્‍ય રામ સ્‍વામીજીએ પણ પ્રસંગોચિત પ્રવચન કરી દેશને વિશ્વગૂરુ બનાવવા દેશના પ્રત્‍યેક નાગરિકોમાં સ્‍વદેશાભિમાન જાગ્રત કરવા હાંકલ કરી હતી. પ્રાધ્‍યાપક શીતલ દેસાઈએ સાચી આઝાદી કોને કહી શકાય તે ઉપર માર્મિક પ્રવચન આપ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીવેળા 75 વર્ષમાં દેશે હાંસલ કરેલ ઉપલબ્‍ધીનો ચિતાર સાઈશુભમે આપ્‍યો હતો.
આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા, હરેશભાઈ બોઘાણી, મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, ડાયરેક્‍ટર ડો.શૈલેશ લુહાર, હિતન ઉપાધ્‍યાય, આચાર્યો ડો. સચિન નારખેડે, શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષાબેન પટેલ, નીતુ સિંગ તથા સમગ્ર શિક્ષક ગણ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment