July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ખૂંટેજ ગામે સાતમ આઠમ નો જુગાર રમતા સરપંચ પુત્ર સહિત ત્રણની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21
પારડી તાલુકાના ખૂંટેજ ગામે ભવાની માતાના મંદિર પાછળ ખુલ્લી જગ્‍યામાં સાતમ-આઠમનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પારડી પોલીસે રંગે હાથ આમળી ગામના સરપંચનો પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી છે.
સાતમ-આઠમનો જુગારને લઈ પારડી પોલીસ તેમના હદ વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પારડી તાલુકાના ખૂંટેજ ગામે ભવાની માતાના મંદિર પાછળ આવેલા પતરાના ખુલ્લા સેડમાં સાતમ આઠમનો ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસની ટીમે તાત્‍કાલિક બાતમી વાળા સ્‍થળે છાપો મારી જુગાર રમતા ત્રણ ઈસમો પોલીસને જોઈ ઊઠીને ભાગવા જતા પોલીસે દોડ લગાવી ઝડપી પાડ્‍યા હતા. આ જુગારમાં ઝડપાયેલા ત્રણ ઈસમો પૈકી આમળી ગામનો સરપંચનો પુત્ર કેતનભાઈ ભરતભાઈ પટેલ હોવાનું બહાર આવ્‍યું છે. જેની સાથે રાહુલ દોલતભાઈ પટેલ રહે.ખૂંટેજ સરકારી કુવા ફળિયા અને પ્રિતેશ અશોકભાઈ પટેલ ખૂંટેજ ગામ કુવા ફળિયા મળી આ ત્રણની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી દાવ પર મુકેલા રોકડા રૂપિયા તેમજ અંગ જડતીના રૂા.6,550 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને ત્રણેય વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Related posts

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment