October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

સરોધી દ્વારકાધીશ હોટલના સંચાલક અને ડ્રાઈવર, ક્‍લીનરની ધરપકડ : ઓઈલના 7 ડબ્‍બા તથા ટેન્‍કર મુદ્દામાલમાં જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ હાઈવે સરોધીમાં આવેલ એક હોટલ કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી ઓઈલ ચોરીનું રેકેટનો રૂરલ પોલીસે પર્દાફાશ કરી હોટલ સંચાલક સહિત ટેન્‍કર ચાલક-ક્‍લિનર સાથે ત્રણની ધરપકડ કરાઈ હતી.
હાઈવે ઉપર કિંમતી કેમિકલ સોલવન્‍ટ, તેલ વિગેરે ચોરી કરવાના વેપલા ફુલી-ફાલી રહ્યા છે તેવો વધુ એક બનાવ વલસાડ સરોધીમાં કાર્યરત દ્વારકાધીશ હોટલ કમ્‍પાઉન્‍ડમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું હતું. પોલીસને મળેલી બાતમી આધારે ટેન્‍કર કોર્ડન કરી રેડ કરી હતી. જેમાં ટેન્‍કરનો વાલ્‍વ લુઝ હતો. તેમજ 15 કીલોના 7 ડબ્‍બામાં પામ ઓઈલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. સુરત હજીરા અદાણી કંપનીની એજન્‍સીમાંથી પામ ઓઈલનો જથ્‍થો ભરી ટેન્‍કર દમણ શ્રીનાથ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ડીલેવરી કરવા જઈ રહ્યું હતું તે દરમિયાન હોટલ સંચાલક ભાર્ગવ હસમુખ વાદુડીયા, ટેન્‍કર ચાલક કીશન યાદવ અને ક્‍લિનર સાથે દોસ્‍તી થઈ હતી.ટેન્‍કર ચાલક 1200 રૂપિયા ડબ્‍બાના ભાવે હોટલ સંચાલક ભાર્ગવને પામ તેલ આપતો હતો અને તે તેલને બારોબાર વેચતો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસ તપાસમાં ટેન્‍કરનો વાલ્‍વ લુઝ મળી આવ્‍યો હતો તેમજ સ્‍થળ ઉપરથી સાત તેલના ડબ્‍બા મળી આવેલ તેથી પોલીસે ટેન્‍કર અને તેલ મુદ્દામાલ તરીકે જપ્ત કરી ત્રણેયની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

Leave a Comment