April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર દેશની 75 મહિલાનું ઉત્કૃષ્ટ સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રાષ્‍ટ્રવાદી સંગઠન ‘‘સેલ્‍યુટ તિરંગા” ના મહિલા મોરચા દિલ્‍હી દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન ઉતરાંચલ વિધાનસભા અધ્‍યક્ષ શ્રીમતી રીતુ ખંડુરી તથા સેલ્‍યુટ તિરંગાના રાષ્‍ટ્રીય સંરક્ષક પૂજ્‍યકપિલ સ્‍વામીજી સહિત મહાનુભવોની ઉપસ્‍થિતિમાં યોજાયું હતું. જેમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી નામના મેળવનાર દેશની 75 મહિલાઓનું ઉત્કૃષ્ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સેલ્‍યુટ તિરંગાના 8માં સોવેનીયરનું મહાનુભાવોના હસ્‍તે વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું.
સેલ્‍યુટ તિરંગાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાજેશ ઝા ના માર્ગદશન હેઠળ સેલ્‍યુટ તિરંગા દિલ્‍હી મહિલા મોરચા દ્વારા ન્‍યુ દિલ્‍હીના કનોટ પ્‍લેસ, વેસ્‍ટર્ન કોર્ટ જનપથ ખાતે 15 એપ્રિલના રોજ આયોજિત આ રાષ્‍ટ્રીય મહિલા સંમેલનમાં ઉતરાંચલ વિધાનસભા અધ્‍યક્ષ શ્રીમતી રીતુ ખંડુરી, સેલ્‍યુટ તિરંગાના રાષ્‍ટ્રીય સંરક્ષક પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ઉતરાંચલના માજી મંત્રી સચ્‍ચિદાનંદ પોખરીયાલ, શ્રીમતી સુરભી તિવારી, દિલ્‍હી ધારાસભ્‍ય સુરેન્‍દ્ર પાલ (કારગીલ યુધ્‍ધના કમાન્‍ડો તથા મુંબઈ આતંકી હુમલા સમયે હોટલ તાજમાં એર લેન્‍ડીંગ કરી આતંકીઓના દાંત ખાંટા કરાવ્‍યા હતા.), સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મનોજ ત્‍યાગી, સેલ્‍યુટ તિરંગા દિલ્‍હી પ્રદેશ અધ્‍યક્ષ પ્રેમસિંહ વગેરે અતિથી ઉપસ્‍થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્‍તે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી નામના મેળવનાર દેશની 75 મહિલાઓનું ઉત્‍કળષ્ઠ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સન્‍માન બાદ સેલ્‍યુટ તિરંગાના 8માંસોવેનીયરનું પૂજ્‍ય કપિલ સ્‍વામીજી તથા અન્‍ય મહાનુભાવોના હસ્‍તે વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેલ્‍યુટ તિરંગા દિલ્‍હી મહિલા મોરચા પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી ચિત્રા દલાલ, શ્રીમતી પાયલ ઝા, શ્રીમતી સાધના ત્રિપાઠી અને શ્રી ગીરીશ પાઠક તથા સંસ્‍થાના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment