(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી સ્થિત આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં બી.એડના તાલીમાર્થીઓ દ્વારા તા.14-09-2024 ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી નિમિતે તાલીમાર્થીઓએ રાષ્ટ્ર ભાષાનું મહત્વ દર્શાવતાં હિન્દી સાહિત્યના દોહા, ભજન, કાવ્યપઠન, નુક્કડ નાટક, ગઝલ, બ્રજ ભાષામાં લોક ગીત, રજૂ કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે હિન્દી રાષ્ટ્ર ભાષામાં ગૌરવંતો મહિમાં પ્રગટ કર્યો હતો. હિન્દી દિવસ નિમિતે હિન્દી વિષયના પ્રાધ્યાપક ડૉ.જયંતિલાલ બારીસે તાલીમાર્થીઓને હિન્દી દિવસ વિશેષ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તથા હિન્દી દિવસ કેમ મનાવવામાં આવે છે અને હિન્દી ભાષાને રાજભાષા તરીકે કયારે ગઠબંધન થયુ તેમજ હિન્દી ભાષાનું મહત્વ વિશે સુંદર માહિતી તાલીમાર્થીઓને અવગત કર્યા હતા. સંસ્થાના અધ્યાપિકા ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ અને ડો.અક્ષય ટંડેલ સરએ હિન્દી દિવસની શુભકામનાતથા આશિર્વચન આપી હિન્દી ભાષાનો મહિમા પ્રગટ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વાય. બી.એડની તાલીમાર્થી મનાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હિંદી વિષયના પ્રાધ્યાપક ડૉ.વિમુખ પટેલ દ્વારા આભાર વિધિ રજૂ થઈ હતી. આ સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ અને કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રીતિ ચૌહાણેએ હિન્દી દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી.
