Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં ભગવાન શ્રી કળષ્‍ણનો જન્‍મોત્‍સવ મટકી ફોડી, રાસ રમી હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ ઉત્‍સવમાં સંસ્‍થાના 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ પ્રિ-પ્રાયમરી સ્‍કુલ, શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. સ્‍કુલ, શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કુલ, શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ, શ્રી સ્‍વામિનારાયણ ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍કુલ, શ્રીમતી બી.એન.બી. સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના સંયુક્‍ત ઉપક્રમે જન્‍માષ્ટમી ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આપણી સંસ્‍કળતિ અને સનાતન હિંદુ ધર્મ અને તેના ઉત્‍સવનો વારસો જળવાય રહે અને તેનું મહાત્‍મ્‍ય બાળકો સમજે એવા ઉમદાઉદ્દેશ્‍યથી આ ઉજવણી કરવામાં આવી હતી.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદ સાથે ગગન ગજવી વિદ્યાર્થીઓએ સુરતાલ સાથે રાસ-ગરબા રમી દહીં હાંડી ફોડી આનંદ ઉત્‍સવ મનાવ્‍યો હતો.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ કળષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે સૌને શુભેચ્‍છા આપી પૂજ્‍ય રામ સ્‍વામીજી તથા પૂજ્‍ય હરિકળષ્‍ણ સ્‍વામીજીએ પણ ઉત્‍સવમાં જોડાઈ ભૂલકાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા, હરેશભાઈ બોઘાણી, મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, ડાયરેક્‍ટર ડો.શૈલેશ લુહાર, હિતન ઉપાધ્‍યાય, આચાર્યો ડો. સચિન નારખેડે, શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષાબેન પટેલ, નીતુ સિંગ તથા સમગ્ર શિક્ષકગણ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

Leave a Comment