Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોંઢા પોલીસે જુગારીઓ સામે શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી છે ત્‍યારે જુગારીઓ જપવાનું નામ લેતાં નથી. નાનાપોંઢા પોલીસની હદમાંથી પોલીસે 12 જુગારીઓને નાનાપોંઢા પોલીસની ટીમે ઝડપી લીધા છે.
પોલીસ અધિક્ષકશ્રી વલસાડનાઓના હુકમ મુજબ નાનાપોંઢા ષ્ટતશ ભિંગરાડિયાના સૂચના અનુસંધાને ણ્‍ઘ્‍ ગૌતમભાઈ કાળુભાઈનાઓને મળેલ બાતમીના આધારે નાનાપોંઢા પોસ્‍ટે વિસ્‍તારમાં બે અલગ અલગ જગ્‍યાએ શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડ્‍યા છે. જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અરણઈ અને નલીમધની ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી લીધા હતા.
વલસાડના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જુગારની બદી ફુલીફાલી છે ત્‍યારે જુગારીઓ શ્રાવણ માસમાં ભરપુર જુગાર રમી લેવાના મુડ હોય છે. અને ઠેકઠેકાણે બોર્ડ બેસાડીને જુગાર રમવા બેસી જતાં હોય છે ત્‍યારે પોલીસ પણ આવા જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
પોલીસઅધિક્ષકશ્રી વલસાડનાઓના હુકમ મુજબ નાનાપોંઢા ષ્ટતશ ભિંગરાડિયાના સૂચના અનુસંધાને ણ્‍ઘ્‍ ગૌતમભાઈ કાળુભાઈનાઓને મળેલ બાતમીના આધારે નાનાપોંઢા પોસ્‍ટે વિસ્‍તાર માં બે અલગ અલગ જગ્‍યાએ શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અરણાઇ – (1) વસનભાઇ ગવનાભાઇ સાપટા ઉ.વ.30 રહે.અરણાઇ, નિબારપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ, (2) પરાગભાઇ સામજીભાઇ વાંક ઉ.વ.31 રહે.અરણાઇ, ચીંચપાડા ફળીયા, તા.કપરાડા,જી.વલસાડ, (3) દિલીપભાઇ ગાંડાભાઇ ભોયા ઉ.વ.34 રહે.અરણાઇ, નિંબારપાડા ફળીયા, તા.કપરાડા,જી.વલસાડ, (4) કરશનભાઈ બચુભાઈ વળવી ઉ.વ.36 રહે.અરણાઇ, ચીંચપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ, (5) અરવિંદભાઇ છગનભાઇ પટારા ઉ.વ.30 રહે.અરણાઇ, ખોરી ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ, (6) છગનભાઇ દેવજીભાઇ ઢાંઢર ઉ.વ.35 રહે.અરણાઇ, નિંબારપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડના પકડાયેલા તહોમજકુરોએ અરણાઇ, ચીંચપાડા ફળીયા આંગણવાડીની પાછળા આવેલ ખુલ્લી જગ્‍યામા, તા.કપરાડા, જી.વલસાડ ખાતે ગેરકાયદેસર હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમી- મતા/રમાડતા ગંજીપાના નંગ-પર તથા દાવ પરના રૂપિયા 520/- તેમજ પકડાયેલ ઈસમની અંગઝડતીમાંથીમળી આવેલ રોકડા રૂપિયા 2,820/-મળી કુલ્લે રૂ.3,340/- ના મુદ્દામાલ સાથે હાર-જીતનો ગંજીપાનાનો જુગાર રમતા પકડાય ગયા હતા.
નલીમધની – (1) વિનોદભાઇ છોટુભાઇ રાઉત ઉ.વ. 40 રહે. નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.વલસાડ, (2) જાન્‍યાભાઇ સજનભાઇ રાઉત ઉ.વ.50 રહે.નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.વલસાડ, (3) સંજયભાઈ રમણભાઈ વાઢુ ઉ.વ. 23 રહે.નળીમતી ઉપલુ ફળીયુ તા.કપરાડા જી.વલસાડ, (4) અનિલભાઇ મનુભાઇ ઓઝરીયા ઉ.વ.30 રહે.મોટીવહીયાળ પાડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ, (5) વિજયભાઇ નવસુભાઇ થોરાત ઉ.વ. 35 રહે.નળીમધની ઉપલા ફળીયા તા.કપરાડા જી. વલસાડ, (6) અશ્વિનભાઇ જમસુભાઈ રાઉત ઉ.વ. 28 રહે.નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.વલસાડ પકડાયેલા તહોમજકુરો મોજે નળીમધની નિશાળ ફળીયામાં વાળંદની દુકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ગેરકાયદેસર હાર-જીતનો જુગાર રમતા ગંજીપાના નંગ-પર તથા દાવ પરના રૂપિયા 170/-તથા અંગઝડતીના રૂ. 660/- મળી કુલ્લે રૂ.830/- નો મુદ્દામાલ સાથે હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ ગયા હતા.

Related posts

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment