October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

સેમિફાઈનલમાં હરિયાણાના બોક્‍સરે દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતને 3-2થી આપેલી હાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : તમિલનાડુમાં ચાલી રહેલી ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નેતૃત્‍વ કરતા બોક્‍સર શ્રી સુમીતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને બોક્‍સિંગમાં બ્રોન્‍ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમિતે 63 – 67 કિગ્રા વજન વર્ગની વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે પ્રથમ મેડલ જીત્‍યો હતો.
તમિલનાડુના વિવિધ 4 જેટલા શહેરોમાં રમાઈ રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ’માં વિવિધ રાજ્‍યોના 1200થી વધુ રાષ્‍ટ્રીય સ્‍તરના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર શ્રી સુમિતે અનુભવી બોક્‍સરોને હરાવીને આ સ્‍થાન હાંસલ કર્યું છે. સેમિફાઇનલમાં કપરા મુકાબલામાં હરિયાણાના બોક્‍સરે શ્રી સુમિતને 3-2થી હરાવ્‍યો હતો અને આમ, શ્રી સુમિતને બ્રોન્‍ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. આ મેચ પહેલાં ક્‍વાર્ટરફાઇનલમાં શ્રી સુમિતે મણિપુરના બોક્‍સરને 5-0ના મોટા માર્જીનથી હરાવ્‍યો હતો. શ્રેષ્‍ઠ પ્રદર્શનથી શ્રી સુમિતે પોતાની સાથે સાથે સંઘપ્રદેશનું નામ પણ રોશન કર્યું છે. આ સાથે શ્રી સુમિતે ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ’માં બે પદક જીત્‍યા છે જે સંઘપ્રદેશ માટે ગૌરવની બાબત છે.
સંઘપ્રદેશને પહેલો પદક અપાવનારા શ્રી સુમિતના શ્રેષ્‍ઠ દેખાવ બદલ સંઘપ્રદેશના રમતગમત અને યુવા બાબતોના સચિવ ડૉ. અરૂણ ટી અને નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાએ બોક્‍સિંગ અભિનંદન આપ્‍યા હતા સાથે કોચ શ્રી વિજય પહલ અને મિશન અધ્‍યક્ષ શ્રી અક્ષય કોટલવારને પણ શુભકામના પાઠવી હતી.

Related posts

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment