August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશવાપી

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

વાપી સહિત જિલ્લાનું નામ રોશન કર્યુ : પ્રિયા યાદવ, શ્રદ્ધા યાદવે ઈનામો મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.22
વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓ ગુજરાત સ્‍ટેટ વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્‍થાન મેળવીને વાપી સહિત વલસાડ જિલ્લાનું રાજ્‍ય સ્‍તરે નામ રોશન કર્યુ હતું.
ગુજરાત વોલીબોલ એસોસિએશન દ્વારા ગત 1પ અને 16 નવેમ્‍બરના રોજ 44મી ગુજરાત સ્‍ટેટ સબ જુનીયર વોલીબોલ સ્‍પર્ધા તેમજ 48મી જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં વાપીની સેન્‍ટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીઓની વોલીબોલ ટીમે ભાગ લીધો હતો. જેમાં 44મી સ્‍પર્ધામાં પ્રથમ અને 48મી સ્‍પર્ધામાં દ્વિતીય સ્‍થાને વિજેતા બની હતી. આ સ્‍પર્ધામાં જુનીયર કક્ષામાં યાદવ પ્રિયાને બેસ્‍ટ એટેકર તથા યાદવ શ્રદ્ધાને બેસ્‍ટ સેટરના ઈનામ પણ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ શાળાના આચાર્ય શ્રી નારાયણ કટ્ટી તથા શિક્ષક ગણે ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment