October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય સભામાં તલાવચોરા અને ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજન માટે પણ ઠરાવ પસાર કરાયો હતો.
તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતના અધ્‍યક્ષ સ્‍થાને કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ,ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ, ઉપ પ્રમુખ જીગ્નેશ ગાંવિત, શાસક પક્ષના નેતા મહેશભાઈ, દંડક તોહલ નાયક, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24 ના સરકારી પ્રવૃત્તિ અને સ્‍વભંડોળના અંદાજપત્ર પર વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં આરોગ્‍ય, શિક્ષણ, પશુપાલન, કુદરતી આફતો, જાહેર બાંધકામ વિગેરેની કરાયેલ જોગવાઈઓનું વિવરણ મદદનીશ ટીડીઓ જીતુભાઈ તથા નાયબ હિસાબનીશ અરવિંદભાઈ થોરાટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતે જણાવ્‍યું હતું કે બજેટમાં વિકાસના કામોને ધ્‍યાનમાં રાખી રસ્‍તા, પાણી જેવા લોકોની સુખાકરી ના કામ માટે જાહેર બાંધકામ ક્ષેત્રે સૌથી વધુ રૂા.2.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટીડીઓ ચેતનભાઈ દેસાઈ દ્વારા સરપંચોની રજૂઆત સંદર્ભે અભિપ્રાય માંગવામાં આવતા શાસક પક્ષના તમામ સભ્‍યોએ એકસુરે હાલે જે ટેન્‍ડરિંગ પધ્‍ધતી તાલુકા પંચાયત કક્ષાએથી ચાલી રહી છે. તે યથાવત રાખવાનો અભિપ્રાય આપ્‍યો હતો.
સામાન્‍ય સભામાં તલાવચોરા ગ્રામ પંચાયતમાંથી બારોલીયા અને ગોડથલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન માટે જરૂરી ઠરાવ કરી જિલ્લા પંચાયતમાં દરખાસ્‍ત મોકલવાનું પણ નક્કી કરાયું હતું.સામાન્‍ય સભામાં વિકાસના કામો ઝડપથી પુરા થાય તે માટે પણ સભ્‍યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા દ્વારા રસ્‍તા, શાળાના ઓરડાના તથા કાકડવેલમાં ગ્રામ પંચાયત ભવનના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં ‘હિન્‍દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન

vartmanpravah

Leave a Comment