October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
  • દમણ, તા.22: આજે નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (એનઆઈએફટી)ના દમણ કેમ્‍પસ ખાતે પહેલાં સત્રનો વિધિવત્‌ આરંભ કરાયો હતો. જેમાં બેચલર ઓફ ડિઝાઈન(ટેક્‍સટાઈલ ડિઝાઈન) અને પોસ્‍ટ ગ્રેજ્‍યુએટમાં માસ્‍ટર્સ ઈન ફેશન મેનેજમેન્‍ટના પહેલાં વર્ષ માટે દમણ કેમ્‍પસ ખાતે 35-35 વિદ્યાર્થીઓના બેચ સાથે આરંભ કરાયો છે.
    ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવ કાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાળમાં પ્રભાવશાળી નેતૃત્‍વ અને સંઘપ્રદેશ પ્રત્‍યે રહેલી કૃપાદૃષ્‍ટિના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દમણ ખાતે એન.આઈ.એફ.ટી.એ પોતાના કેમ્‍પસનું ફાળવણી કરી છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અવિરત અને અથાક પ્રયાસનું પરિણામ પણ મળ્‍યું છે.
    આજે એન.આઈ.એફ.ટી.ના ડીજી શ્રી શાન્‍તમનુ આઈ.એ.એસ.ની અધ્‍યક્ષતામાં દમણ કેમ્‍પસ ખાતે ઓરિએન્‍ટેશન પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં એન.આઈ.એફ.ટી. મુંબઈના ડીન (શૈક્ષણિક) અને ડાયરેક્‍ટર સહિત સંઘપ્રદેશ પ્રશાસનના વરિષ્‍ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને વૈશ્વિક સ્‍તરનું શિક્ષણ પ્રદાન કરવા અને ઉદ્યોગોમાં લીડર પેદા કરવામાં એન.આઈ.એફ.ટી.ના સમૃદ્ધ વારસાવિશે પણ માહિતગાર કરાયા હતા. ઓરિએન્‍ટેશન કાર્યક્રમ બાદ એન.આઈ.એફ.ટી.ના ડીજી શ્રી શાન્‍તમનુ અને અન્‍ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
    સંઘપ્રદેશ પ્રશાસને કેમ્‍પસની સરળ કામગીરીમાં એન.આઈ.એફ.ટી.ને તમામ સહાય આપવા માટે બતાવેલી પ્રતિબધ્‍ધતા સાથે નંબર 1નો રેંક હાંસલ કરવાના વિઝનને પણ પ્રતિબિંબિત કરાયું હતું.
    સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત ડિઝાઈન ટેક્‍નોલોજી અને મેનેજમેન્‍ટને લગતા ફેશનમાં ઉચ્‍ચત્તમ ધોરણોને શીખવવાનો અનુભવ પ્રદાન કરતી રાષ્‍ટ્રીય સ્‍તરની પ્રિમિયર સંસ્‍થાની થઈ રહેલી સ્‍થાપના પ્રદેશ માટે ગૌરવની ક્ષણ પ્રદાન કરે છે.
    પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્રમાં એક મોડેલ તરીકે ઉભરી ચુક્‍યુ છે. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસ અને દીર્ઘદૃષ્‍ટિથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ તબીબી, ટેક્‍નીકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી અને કાયદાકીય શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરી શૈક્ષણિક હબ બનવા તરફ પોતાની કૂચ આરંભી છે.

Related posts

વાપીના યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીત્‍યો

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણાથી દમણઃ વરકુંડ ગ્રા.પં.ના સરપંચ કિરીટ મીટના અને જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ વરકુંડ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment