September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

સ્‍કૂલ ગર્લ્‍સ-બોઈઝ અને ઓપન વિભાગના વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11
સ્‍પોર્ટસ ડિપાર્ટમેન્‍ટ ઓફ દમણ દ્વારા ગતરોજ 10 માર્ચના રોજ ટેબલ એન્‍ડ ટેનિસ ટૂર્નામેન્‍ટનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ અને ઓપન વિભાગમાં સ્‍પર્ધા રાખવામાં આવી હતી. વિજેતાઓને ટ્રોફી આપી પુરસ્‍કૃત કરાયા હતા.
સ્‍પોર્ટસ ડિપાર્ટમેન્‍ટ ઓફ દમણ દ્વારા આયોજીત ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ અને ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટમાં વિવિધ સ્‍કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ટૂર્નામેન્‍ટના મુખ્‍ય મહેમાન તરીકે ચીફ એક્‍ઝિક્‍યુટીવ ઓફિસર ડી.એન.એચ. પંચાયત ડો.અપૂર્વ શર્મા, આસિસ્‍ટન એજ્‍યુકેશન ઓફિસર શ્રી કાંતિભાઈ પટેલ, તથા અક્ષય કોટલવા, સેક્રેટરી ઓફ બેડમિન્‍ટન શ્રી જયેશ જોષી, ફિઝીકલ ટીચર અમીત ઈંગવલે તથા મી.ફીબા વિગેરે ખાસઉપસ્‍થિત રહ્યા હતા તેમજ કોચ તરીકે સતીસ ગજ્જર અને જીગરે સેવા આપી હતી. સ્‍પર્ધામાં ગર્લ્‍સ વિભાગમાં ફસ્‍ટ વિધી કન્‍ડોરીયા, રનર્સઅપ અંશુકા ચૌહાણ, બોઈઝ વિભાગમાં ઈનર ફસ્‍ટ ધૈર્ય ટંડેલ, રનર્સઅપ યુગ મહેતા આવ્‍યા હતા. જ્‍યારે ઓપન વિભાગમાં વિનર બંસી સીંગ તેમજ રનર્સઅપ કીમ્‍યા અરલેકર રહ્યા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવોને હસ્‍તે ટ્રોફી આપી સન્‍માનિત કરાયા હતા.

Related posts

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત બુધવારે અધધ… વધુ 387 પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment