January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં ચેઈન સ્‍નેચિંગની ઘટના

વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન તોડીને ભાગેલા બે રીઢા ગુનેગારોને વલસાડ એલસીબી ગણતરીના ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: સરીગામ ખાતે વૃદ્ધ મહિલા સાથે ચેઈન સ્‍નેચિંગની ઘટના બનવા પામી હતી. ચેઈન સ્‍નેચરોને ગણતરીના સમયમાં વલસાડ એલસીબીની ટીમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ તંત્રએ હાથ ધરેલી તપાસમાં ઝડપી પાડયા છે. ઝડપાયેલા બંને આરોપી રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્‍યું છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામના સરીગામ બજાર વિસ્‍તારમાં રહેતી એક વૃદ્ધ મહિલા હિરાવતી કૈલાશ રાય (ઉ.વ 67) બુધવારે સવારે પોણા સાતેકવાગ્‍યાના સુમારે શિવ મંદિરે દર્શન કરવા જવા નીકળી હતી. આ સમય દરમિયાન માર્ગમાં ચેતનભાઈના મકાનની દિવાલ પાસે બાજુમાં ફૂલનું ઝાડ આવેલ હોય ફૂલ તોડી રહી હતી તે સમયે એક સફેદ કલરની ફોર વ્‍હીલ કારમાંથી બે ઈસમો નીચે ઉતર્યા હતા. અને મહિલાના ગળામાંથી સોનાની ચેન આશરે દોઢ તોલાની કિંમત રૂપિયા 75 હજારની ખેંચી તોડી લઈ ગાડીમાં બેસીને નાસી ગયા હતા.
સુરત વિભાગ સુરતના ઈન્‍ચાર્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી વાબાંગ જમીર તથા વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી પોલીસના પીઆઈ ના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુના વાળી જગ્‍યા તથા આજુબાજુ રૂટ ઉપરના સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી અભ્‍યાસ કરી ટેકનિકલ સર્વેલન્‍સની મદદથી વલસાડ એલ.સી.બી.ના પીએસઆઈ જે.એન. સોલંકી નાઓને મળેલી ખાનગી બાતમી હકીકતના આધારે એલસીબી સ્‍ટાફના માણસો મહેન્‍દ્રભાઈ ગામીત, રજનીકાંતભાઈ બારીયા, રાજુભાઈ સોલંકી નાઓની ટીમ વર્કથી ચેઈન સ્‍નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી ઈરશાદ ઉર્ફે મુન્ના અબ્‍દુલ રશીદ નઝરૂદ્દીન ખાન (ઉ.વ 48) રહે ગામ ઈમલી ડાંડ પોસ્‍ટ લચ્‍છીપુર થાન રાનીગંજ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ અને સમરપાલ લહુરીપાલ (ઉવ.37) રહે.આકાશદીપ બિલ્‍ડીંગ રૂમ નંબર ચારડોંગરસી રોડ, વાલ્‍કેશ્વર, માલાબાર હિલ મુંબઈ મહારાષ્‍ટ્ર મૂળ રહે.ઉત્તર પ્રદેશને ઝડપી પાડી તેમના કબજામાંથી મોબાઇલ ફોન નંગ બે કિંમત રૂપિયા 10,000 તથા સોનાની ચેન નંગ એક કિંમત રૂપિયા 73,100 તથા સ્‍વીફટ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂા.583100 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીને તપાસ અર્થે ભિલાડ પોલીસને સોંપવામાં આવ્‍યા હતા.

Related posts

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment