(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમાં આ વર્ષે પણ ‘વામન જ્યંતી’ના પાવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના 90થી વધુ જનોઈધારી બાળકો અને પુરુષોએ ભાગ લઈ વિધિવત જનોઈ બદલી હતી. આ કાર્યક્રમમાં મુંબઈ થી લઈને વડોદરા સુધીના સમાજના ભગિની બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળબનાવવા સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પી ગજરે, મિત્રમંડળ પ્રમુખ ચેતન તલેકર તથા ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.