July 26, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
સલવાવ, તા.23
શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆત માતા સરસ્‍વતીની પૂજા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્‍થિત પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા અને શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, એકેડેમિક ડિરેક્‍ટર ડૉ. શૈલેષ લુહાર અને તમામ વિભાગોના આચાર્યની હાજરી રહી હતી.
નવા સ્‍ટુડન્‍ટ કાઉન્‍સિલમાં ચૂંટાયેલા હેડ બોય સાઈ શુભમ બિસ્‍વાલ, હેડ ગર્લ સુપ્રિયા સાહુ, વાઈસ હેડ બોય કૃષવ સિંહ, વાઈસ હેડ ગર્લ ક્રિશા દેસાઈ સહિત તમામ હાઉસ કેપ્‍ટન અને વાઈસ કેપ્‍ટનને બેચ લગાવી સ્‍લેસ પહેરાવી પદભાર અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ ફંક્‍શનમાં નવી ટીમ દ્વારા એક અદ્ભુત કવાયતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ક્ષણ દરેક માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. આવા કાર્યક્રમો બાળકોમાં નેતૃત્‍વના ગુણો કેળવે છે. બાળકોમાં વિશ્વાસની ભાવના જાગે છે. સમારોહમાં ટ્રસ્‍ટી ગણ, સ્‍વામીજી, શૈક્ષણિક નિયામક અને આચાર્યએ બાળકોને તેમના પ્રેરણાદાયી વક્‍તવ્‍યથી અભિનંદન પાઠવ્‍યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.
નવા હેડ બોય સાઈ શુભમ બિસ્‍વાલએ સૌના સહયોગથી શાળાને નવી ઉંચાઈ સર કરાવવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. હેડ ગર્લસુપ્રિયા સાહુએ પણ શાળા અંગે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા.
પુ. રામ સ્‍વામીજીએ વિવિધ ઉદાહરણ ટાંકીને નવી ટીમમાં આત્‍મવિશ્વાસનો જુસ્‍સો ભર્યો હતો. ડાયરેક્‍ટર ડૉ શૈલેષ લુહારે નવા સ્‍ટુડન્‍ટ કાઉન્‍સિલની ટીમને વધાવી લીધી હતી અને શુભેચ્‍છા આપી હતી. આચાર્ય શ્રીમતી મિનલબેન દેસાઈએ નવા સ્‍ટુડન્‍ટ કાઉન્‍સિલને પ્રતિબધ્‍ધતા જાળવી રાખી પદની ગરિમા વધારવા અંગે સુચનો સાથે શુભકામના પાઠવી હતી.

Related posts

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

Leave a Comment