July 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્‍યમિક શાળા માંદોની દ્વારા પેરન્‍ટ્‍સ ટીચર મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આ 15 ઓગસ્‍ટ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 થી 15ઓગસ્‍ટ સુધી દરેક ઘરો પર તિરંગો ફરકાવવા અને દેશ પ્રત્‍યેની પ્રેમભાવના બનાવી રાખવા માટે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્‍યાન દરેક વાલીઓને પાંચ પાંચના સમુહમાં ટીમ બનાવી ભારતના ઝંડામાં રંગ ભરવાની પ્રવૃત્તિના માધ્‍યમથી વાલીઓમા જાગૃકતા પેદા કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રવીણ ભોયા, શિક્ષકોઅને કર્મચારીઓ દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment