સંઘપ્રદેશના ઈલેક્ટ્રીસીટી વિભાગના ચીફ એન્જિનિયર સી.એ.પરમારે વી.આર.એસ. લઈ રહેલા જે.ઈ. એન.એન.દેસાઈને ફરી પોતાના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ ઈલેક્ટ્રીસીટીમાં લાવવા કરેલી અરજથી ઉભા થયેલા ભેદભરમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાહેર બાંધકામ વિભાગમાં જુનિયર એન્જિનિયર(ઈલેક્ટ્રીકલ) તરીકે કામ કરતાશ્રી નરેન્દ્રસિંહ એન. દેસાઈએ તા.9મી ઓગસ્ટ, 2024ના રોજ પોતાની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આવેદન આપ્યું હતું.
જુનિયર એન્જિનિયર શ્રી નરેન્દ્રસિંહ એન. દેસાઈએ પોતાના સ્વૈચ્છિક નિવૃત્તિ માટે જણાવ્યું હતું કે, તેમણે 23 વર્ષ સરકાર માટે કામ કર્યું છે અને હવે તેમણે મળી રહેલી નવી તકો અને પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહી તેમની સેવા કરી શકશે. આ પ્રકારની ઉદાર ભાવનાથી તેમણે પોતાની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેમનો સ્વૈચ્છિક નિવૃત્તિના નોટિસ પીરિયડનો કાર્યકાળ 8મી નવેમ્બર, 2024ના રોજ પૂર્ણ થવાનો છે.
દરમિયાન સંઘપ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગના ટ્રાન્સમિશન ડિવિઝનના ચીફ એન્જિનિયર શ્રી સી.એ.પરમારે સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગના ચીફ એન્જિનિયરને પત્ર લખી શ્રી એન.એન.દેસાઈએ જુનિયર એન્જિનિયરને પી.ડબ્લ્યુ.ડી.માંથી રિલીવ કરી ઈલેક્ટ્રીસીટી ડિપાર્ટમેન્ટને સુપ્રત કરવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી નરેન્દ્રસિંહ એન. દેસાઈને સારી તકો મળી રહી છે અને પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનો અવસર મળી રહ્યો છે ત્યારે વિદ્યુત વિભાગ ટ્રાન્સમિશનના ચીફ એન્જિનિયર શ્રી સી.એ.પરમારે લખેલો પત્ર અનેક ભેદભરમો પણ ઉભા કરી રહ્યા હોવાનું દેખાય છે.
દરમિયાન જે તેસમયે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓની થયેલી બદલી બાદ પી.ડબ્લ્યુ.ડી. વિભાગમાં રસકસ ઉડી જવો સ્વાભાવિક હોવાનું માનવામાં આવે છે. સંઘપ્રદેશ પ્રશાસન શ્રી એન.એન.દેસાઈની સ્વૈચ્છિક નિવૃત્તિ ઉપર મહોર મારે કે પછી વિદ્યુત વિભાગ ટ્રાન્સમિશનમાં પરત મોકલે તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત છે.