Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: દીવ વિસ્‍તારમાં આજે આગ લાગવાના બે બનાવો બનવા પામ્‍યા છે. દીવ ઘોઘલાના સ્‍મશાનની આસપાસમાં અગ્નિસંસ્‍કાર માટે લાકડાઓ રાખવામાં આવ્‍યા છે તથા તેની સાથે તાઉતે વાવાઝોડા સમયએ રાખવામાં આવેલ જુના લાકડામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આજે સવારે 11 વાગ્‍યાની આસપાસ આ જૂના લાકડાઓમાં અચાનક આગ લાગતી દેખાતા આસપાસના લોકોએ આગને બુઝાવવાનો પ્રયાસકર્યો હતો હતો પરંતુ આગ કાબૂમાં ન આવતા દીવ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જાણ થતાં જ સમયસર ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્‍થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી.
તેજ રીતે દીવ ફાયર બ્રિગેડને દીવ ટેલીફોન એક્‍સચેન્‍જ પાછળ આગ લાગવા નો ફોન ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવી હતી, ત્‍યાં પહોંચ્‍યા પહેલાં જ ત્‍યાં આસપાસ ના સ્‍થાનિક લોકોએ આગને બૂઝાવી નાંખી હતી. આ વિસ્‍તાર રહેણાંક હોવાથી ત્‍યાં રહેલી નાળિયેરીની નીચે પડેલા લાકડામાં આગ લાગી હતી, ત્‍યા ફાયર બ્રિગેડ નિરીક્ષણ બાદ પાણીનો છંટકાવ કર્યો હતો.
લોકોની સતર્કતા તથા ફાયર બ્રિગેડની ટીમના પ્રયાસ થી આગ ને કાબૂ માં લીધી જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
===

Related posts

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah

Leave a Comment