Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: સુંઠવાડ નેશનલ હાઈવે પર ઓઈલ ભરેલ ટેન્‍કરના ડ્રાઈવરે ખાડામાંથી ટેન્‍કરને બચાવવા જતા સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા પર ઠેર ઠેર ઓઇલની નદી વહેતી થઈ જતા ટ્રાફિક જામની સમસ્‍યા જોવા મળી હતી.
ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્‍યારે મસમોટા ખાડાને પગલે બુધવારની બપોરના સમયેતાલુકાના સુંઠવાડ પાટિયા પાસે સુરત થી વાપી ટ્રેક ઉપર જઈ રહેલા એક ટેન્‍કર નં.જીજે-01-એફટી-8609 માં ઓઇલ ભરી જઈ રહેલ ટેન્‍કર ખાડાઓથી બચવા જતા સ્‍ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્‍કર પલ્‍ટી મારી જતા રસ્‍તા ઉપર ઓઇલ વહેતુ થઈ જતા ભારે હાલાકી સર્જાઈ હતી. હાઈવે ઓથોરિટી હજારો રૂપિયાનો ટોલ ઉધરાવતી હોય છે. છતાં પણ રસ્‍તાની મરામત ન કરતા નિર્દોષ વ્‍યક્‍તિ અને વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે. ઘટનાની જાણ પોલીસને થતા સ્‍થળ ઉપર ધસી જઇ રસ્‍તો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

Related posts

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

Leave a Comment