February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ-નાસિક હાઈવે ઉપર કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે એક પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા 12 જેટલા લૂંટારુઓ ત્રાટકયા હતા. વોચમેન સહિત 3 કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આરોપીઓનું પગેરૂ ન મળે તે માટે ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસની ટીમ તાત્‍કાલિક જિલ્લામાં નાકાબંધી હાથ ધરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વલસાડ અને નાસિકને જોડતા સ્‍ટેટ હાઈવે ઉપર આવેલા દિક્ષલ ગામ ખાતે તેજસ પેટ્રોલ પમ્‍પને લૂંટારૂઓએટાર્ગેટ કર્યો હતો. 12 લૂંટારુઓએ દાંતેડા, કોયતા જેવા હથિયાર વડે પેટ્રોલ પમ્‍પ ઉપર ત્રાટકી કર્મચારીઓને બંધક બનાવી લૂંટ મચાવી હતી. પેટ્રોલ પમ્‍પ ઉપર ફરજ બજાવતા વોચમેન સહિત 3 કર્મચારીઓને હાથ પગ બાંધી કેસીયરની કેબિનમાં તોડફોડ કરી હતી. પેટ્રોલ પમ્‍પના સીસીટીવી ફૂટેજ જોવા લગાવવામાં આવેલી એલઈડી ટીવીની પણ તોડફોડ કરી હતી. લંૂટારુઓ પેટ્રોલ પમ્‍પના કર્મચારીઓના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 7.34 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધી આવ્‍યા હતા.
પેટ્રોલ પમ્‍પ ઉપર લાગેલા ડીવીઆર પણ લૂંટારુઓ લૂંટી ગયા હતા. લૂંટારુઓ ગયા બાદ કર્મચારીઓએ તાત્‍કાલિક ઘટનાની જાણ કપરાડા પોલીસ અને પેટ્રોલ પમ્‍પ સંચાલકોને કરી હતી. જેથી વલસાડ જિલ્લા પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટનાને લઈને વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી હાથ ધરી હતી અને ટેક્‍નિકલ સર્વેલન્‍સની ટીમની મદદ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા: ગણતરીના કલાકોમાં જ કપરાડા પેટ્રોલ પંપ લૂંટના બે આરોપી તથા લૂંટમાં વપરાયેલ કાર ઝડપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: ગઈકાલે મોડી રાત્રે આશરે ત્રણ વાગ્‍યાની આસપાસ કપરાડા તાલુકામાં આવેલ દીક્ષલ ગામના તેજસ પેટ્રોલ પંપ પર ઈકો ગાડીમાં છરા અને દાતરડા લઈને આવેલ 10 જેટલા લૂંટારુઓએ પેટ્રોલ પંપની તિજોરી તથાકબાટના લોકરમાં રાખેલ 7,34,181 જેટલી માતબર રકમની લૂંટ કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા કર્મચારીઓના મોબાઈલ લઈ ભાગી છૂટયા હતા.
પેટ્રોલ પંપ કર્મચારીઓએ આ અંગે 100 નંબરને જાણ કરાતા હરકતમાં આવેલી જિલ્લા પોલીસે તાત્‍કાલિક વલસાડ જિલ્લા અધિક્ષક તથા વાપી નાયબ અધિક્ષકની સૂચના અનુસાર કપરાડા, નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ, હોમગાર્ડ ક્રાઈમ બ્રાન્‍ચની પોલીસ તથા સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી વલસાડ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લા નવસારી, સેલવાસ, દમણ વિગેરેમાં નાકાબંધી કરાવી ચેકિંગ દરમિયાન લૂંટના બે આરોપીઓ તથા વપરાયેલ ઈકો કારને ઝડપી પાડી ખુબ ટુંકા ગાળામાં આરોપીઓને ઝડપી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર ટ્રક, ટેમ્‍પો અને બે કાર મળી ચાર વાહનો વચ્‍ચે સર્જાયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment