April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: સુંઠવાડ નેશનલ હાઈવે પર ઓઈલ ભરેલ ટેન્‍કરના ડ્રાઈવરે ખાડામાંથી ટેન્‍કરને બચાવવા જતા સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા પર ઠેર ઠેર ઓઇલની નદી વહેતી થઈ જતા ટ્રાફિક જામની સમસ્‍યા જોવા મળી હતી.
ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્‍યારે મસમોટા ખાડાને પગલે બુધવારની બપોરના સમયેતાલુકાના સુંઠવાડ પાટિયા પાસે સુરત થી વાપી ટ્રેક ઉપર જઈ રહેલા એક ટેન્‍કર નં.જીજે-01-એફટી-8609 માં ઓઇલ ભરી જઈ રહેલ ટેન્‍કર ખાડાઓથી બચવા જતા સ્‍ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્‍કર પલ્‍ટી મારી જતા રસ્‍તા ઉપર ઓઇલ વહેતુ થઈ જતા ભારે હાલાકી સર્જાઈ હતી. હાઈવે ઓથોરિટી હજારો રૂપિયાનો ટોલ ઉધરાવતી હોય છે. છતાં પણ રસ્‍તાની મરામત ન કરતા નિર્દોષ વ્‍યક્‍તિ અને વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે. ઘટનાની જાણ પોલીસને થતા સ્‍થળ ઉપર ધસી જઇ રસ્‍તો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

Leave a Comment