Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલી તાલુકાનો આજે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાતા ફડવેલના તાલુકા સભ્‍ય મહેશભાઈ દ્વારા ફડવેલનું ગ્રામ પંચાયત ઘર ઘણું જ જર્જરિત હોય અને આ કામની મંજૂરી સરકારના વિભાગ દ્વારા મળેલ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં કામકેમ શરૂ ન કરવામાં આવ્‍યું ? આ ઉપરાંત 14-માં નાણાંપંચની ગ્રાન્‍ટમાં રસ્‍તા અને પેવર બ્‍લોકના કામો જ્‍યાં મંજુર થયા ત્‍યાં સ્‍થળ પર કરવામાં આવેલ નથી અને ગેરરીતિ થયેલ હોય તપાસની માંગ કરવામાં આવી હતી. જોકે આ કામો સ્‍થળ પર થયેલા હોવાનો જવાબ સંબંધિત અધિકારી દ્વારા કરવામાં આવ્‍યો હતો.
બીજી તરફ ફડવેલના સરપંચ ઉષાબેન તેમના પતિ હરીશભાઈ પણ તેમના સમર્થકો સાથે આવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર ડી.એમ.મહાકાળને આવેદનપત્ર પાઠવી તાલુકા સભ્‍ય મહેશભાઈ વારંવાર ખોટી ફરિયાદો કરી મનરેગા, સરકારી ગામતળની જમીનમાં ઘર નંબર પાઠવા બાબતે લોકોને હેરાન કરે છે.
આ ઉપરાંત ફડવેલમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિ અંગે નિરજકુમાર પટેલે રજૂઆત કરતા વાસ્‍મો દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે રાજ્‍ય ધોરીમાર્ગ પર નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવા, આરોગ્‍ય વિભાગમાં સાદકપોરના કર્મચારીઓને બાકી પગાર તેમજ મોંઘવારી ભથ્‍થાની બાકી રકમ મળવા અંગે, માંડવખડકમાં નવો બોર અંગે અંબાચના અરજદાર દ્વારા બસના સમયમાં ફેરફાર, ફડવેલના બ્‍લોક નં.841 માં રસ્‍તો બંધ કરવા સહિતના સાતેક જેટલા પ્રશ્નો રજૂ થયા હતા.

મામલતદાર કચેરીના કેમ્‍પસમાંફડવેલના તાલુકા સભ્‍ય અને અન્‍ય એક અરજદારને સરપંચના સમર્થકો દ્વારા બાનમાં લેવાનો પ્રયાસ કરી એક સમયે કચેરીના કેમ્‍પસને પણ માથે લેવાનો પ્રયત્‍ન પોલીસની હાજરીમાં જ કરાયો હતો. અને આ અંગે મામલતદારને રજૂઆત બાદ પોલીસે ટોળા સામે કડકાઈ દાખવવાના સ્‍થાને તાલુકા સભ્‍ય સહિત બન્ને અરજદારોને ટોળું બહાર ન જાય ત્‍યાં સુધી બહાર ન નિકળવા માટે સમજાવતા રહ્યા હતા. ખરેખર પોલીસે કડકાઈ દાખવી ટોળાને વિખેરવું જોઈતું હતું. આમ એક સમયે ફરિયાદ નિવારણમાં રજૂઆત કરનારનો જીવ મામલતદાર કચેરી કેમ્‍પસમાં જ જોખમાય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી.

Related posts

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment