October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસ પ્રશિક્ષણ પાઠયક્રમના ભાગ રૂપે ગ્રામીણ ક્ષેત્રમાં સરકારી સેવાઓને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ્‍ય સાથે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. જેમાં 10 મેડિકલ વિદ્યાર્થીઓની ટીમ સતત વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ વિસ્‍તારમાં એક ગામ ફાળવવામાં આવ્‍યું છે જેનો મુખ્‍ય ઉદ્દેશ કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવી રહેલ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અંગે ગામના લોકોને જાગૃત કરવા અને કોઈપણ ચિકિત્‍સા બીમારી અથવાઆપાત સ્‍થિતિ દરમ્‍યાન પરિવારોનું સમર્થન અને સહાયતા કરવાનું છે.
પ્રદેશમાં 71ગામો છે જેમાંથી વધુ આદિવાસી ગ્રામીણ ક્ષેત્ર છે. અત્‍યાર સુધીમાં 506 એમબીબીએસ વિદ્યાર્થીઓ એક ગામદીઠ 10 વિદ્યાર્થીની ટીમ અને માર્ગદર્શન માટે મેડીકલ કોલેજના એક શિક્ષકને એક ટીમ સાથે ફાળવવામાં આવ્‍યા છે.
આ પ્રસંગે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું કે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ 50 ગામ માટે આયોજીત કરવામાં આવેલ જ્‍યાં વિદ્યાર્થીઓએ સામાજીક જનસંખ્‍યાકીય સ્‍થિતિ, શૈક્ષણિક સ્‍થિતિ, સામાન્‍ય આરોગ્‍યની સ્‍થિતિ માતૃ અને શિશુ આરોગ્‍ય, રસીકરણ, પાણી અને સ્‍વચ્‍છતા, કુપોષણ, વૃદ્ધાવસ્‍થામાં મોતિયાબિંદ અને સિકલ સેલ રોગ, અન્‍ય સંચારી અને અન્‍ય રોગની સ્‍થિતિમાં ફાળવેલ પરિવારોની મુલાકાત કરી ‘દત્તક ગ્રહણ કાર્યક્રમ’ અંતર્ગત શોધેલ અને પૂર્વ નિર્ધારિત ફોર્મ ભરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ સ્‍થાનિક ગામના લોકો સાથે સંબંધ બનાવવામાં મદદ કરશે. વિદ્યાર્થી સંચાર કૌશલ શીખશે અને વિદ્યાર્થી પ્રશાસન અને સમુદાય વચ્‍ચે સેતૂનું કામ કરશે.

Related posts

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

Leave a Comment