February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.28: દમણ ખાતેઇન્‍ડીયન કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન આયોજિત 7.5K ‘જોશ રન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 140 જેટલાં દોડવીરો કે જેમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ ડિફેન્‍સ સેવા કર્મીઓ, નિવૃત્ત ડિફેન્‍સના અધિકારીઓ મળી 175 જેટલી વ્‍યક્‍તિઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પર સિનિયર અધિકારીએ ફલેગ ઓફ કરી દોડની શરૂઆત કરાવી હતી અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથે દોડ શરૂ થઈ હતી.
સમગ્ર માર્ગ પર પોલીસ જવાનોની દેખરેખ હેઠળ યુવાઓ અને જવાનોએ કોસ્‍ટગાર્ડનાં પ્રતિક સમા વ્‍હાઈટ યુનિફોર્મમાં સૌએ પ્રેરક કદમ ઉપાડ્‍યા હતા. રાજીવ ગાંધી સેતુથી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ અને કિલ્લા સામેથી પસાર થઈ પી.ડબલ્‍યુ.ડી. ભવનથી દરિયા કિનારાનાં માર્ગથી થઈ લાઈટ હાઉસ એમ્‍ફી થિયેટર નજીક દોડ પૂર્ણ થઈ હતી. દોડમાં ક્રમ મેળવનારાઓને દમણ ઉદ્યોગ વિભાગનાં અધ્‍યક્ષ અને ચીફ ઓફ ડિફેન્‍સ શ્રી વાજપેયીની ઉપસ્‍થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્‍યાં હતા.
આ કાર્યક્રમમાં ઘણી શાળા અને કોલેજનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. એ પૈકી સુરત રન એન્‍ડ રાઇટર-13નાં પ્રવૃત્ત મેમ્‍બર અને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, દેગામ પ્રાથમિક શાળા તા.વાપી, જી.વલસાડનાં ઉપશિક્ષક તેમજ પાંચ વિદ્યાર્થીઓ પણ સ્‍પર્ધક તરીકે જોડાયા હતા એમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્‍યાં હતા. સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને અમૂલ્‍ય શિક્ષણ મળી રહે, સાથે સાથે શારીરિક કેળવણી પર પ્રાપ્ત કરે એવાં લક્ષ્ય સાથે આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આગામી આંતરરાષ્ટ્રીય સીમા તટ સફાઈ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ઘણી બધી ઇવેન્‍ટ જેવી કે ઓપન વોટર સી સ્‍વીમીંગ, સાયકલિંગ અને રીલે દોડ થનાર છે જે વિશે માહિતી આપવામાં આવી હતી.
આઝાદીનાં અમૃત મહોત્‍સવની ઉજવણીનાં ભાગરૂપે થનારી આ બધી પ્રવૃત્તિઓ સશક્‍ત યુવા પેઢી અને તંદુરસ્‍ત ભારતનાં નિર્માણ માટે વધુ ને વધુ લોકો જાગૃત બને તેમજ સીમા તટ સ્‍વચ્‍છ રાખવાનો અભિગમ કેળવે એવાં શુભ આશય સહ સૌએ શપથ લીધાં હતાં.

Related posts

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

વાપીમાં બેંકના મહિલા ખાતેદારના ખાતામાંથી બનાવટી સહી કરી 30.59 લાખ ઉપાડી લેનાર આરોપીના જામીન નામંજૂર

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

Leave a Comment