(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: આજરોજ વલસાડ કચ્છ કડવા પાટીદાર સમાજ અને કચ્છી ભાનુશાલી સમાજ ભવન ખાતે શ્રી ઉમીયા સોશિયલ ગૃપ વલસાડ દ્વારા આયોજીત ગ્રીન વલસાડના મંત્ર સાથે એક પેડ મેરી માં કે નામ કાર્યક્રમ વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તેમજ વલસાડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈની જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રીદિપેશભાઈ ભાનુશાલી, શ્રી રાજેશભાઈ ભાનુશાલી, ભાનુશાલી સમાજના આગેવાનો, વલસાડ નગરના મહાનુભાવો, પાર્ટીના પદાધિકારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો હતો.