October 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

પરિવારના બે પુરુષ અને બે મહિલાઓ કેમ આપઘાતની કોશિષ કરી તેનું કારણ અકબંધ : ચારની હાલત ગંભીર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ શહેરમાં મોગરાવાડી વિસ્‍તારમાંઆવેલ એક ફલેટમાં રહેતા પરિવારના ચાર સભ્‍યોએ આજે સોમવારે બપોરે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરવાની કોશિષ કરી હતી. સમગ્ર શહેરમાં ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.
સમાજને હચમચાવી મુકતી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના મોગરાવાડી વિસ્‍તારમાં આવેલ હીરા ફેક્‍ટરી પાસે એક એપાર્ટમેન્‍ટમાં આજે બપોરે બે વાગ્‍યાના સુમારે આઘાતજનક ઘટના ઘટી હતી. ફલેટમાં રહેતા પરિવારના બે પુરુષો અને બે મહિલાઓએ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પીને એક સાથે સામુહિક આપઘાત કરવાની કોશિષ કરી હતી. પાડોશીઓને જાણ થતા 108 અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. પરિવારના ચારેય સભ્‍યોની શારીરિક હાલત કટોકટ હતી. તમામને 108 દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. પરિવારના સભ્‍યોએ એક સાથે સામુહિક આપઘાત કરવાની કોશિષનું રહસ્‍ય અકબંધ છે. પોલીસ સગા, સબંધીઓને શોધી ઘટનાની કડીઓ મેળવી આગળની વધુ ચાંપતી તપાસ હાથ ધરી હતી. બેભાન સ્‍થિતિમાં રહેલા સભ્‍યો પૈકી કોઈ ભાનમાં આવે કે સ્‍વસ્‍થ થાય તો સામુહિક હત્‍યા કરવાનો વાસ્‍તવિક ઘટસ્‍ફોટ થશે ત્‍યાં સુધી રહસ્‍ય અકબંધ જ રહેશે.

Related posts

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

પારડી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું થયું આયોજન

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment