January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણ

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

સતત ત્રીજીવાર બજેટ નામંજુર થતા સુપરસીડ તરફ આગળ વધી રહેલી પંચાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા ગ્રામ પંચાયતની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં પસાર કરવામાં આવેલું બજેટ નામંજૂર થવા પામ્‍યું છે. બજેટની તરફેણમાં માત્ર ચાર સભ્‍યો અને વિરોધમાં ઉપ સરપંચ સહિત છ સભ્‍યોએ પક્ષ રજૂ કર્યો હતો. આ અગાઉ બે વાર બજેટ નામંજુર થવા પામ્‍યું હતું અને આજની સાથે ત્રીજી વાર નામંજુર થતાં પંચાયત સુપરસીડ તરફ આગળ વધી રહ્યાનું આકલન કરવામાં આવી રહ્યું છે.
કરમબેલા પંચાયતમાં વિકાસના કામોમાં સરપંચશ્રી દ્વારા લેવામાં આવેલા મનસ્‍વી નિર્ણયો સામે વાંધા રજૂ કરી બજેટને નામંજુર કરવામાં આવી રહ્યું છે. જ્‍યારે બીજી તરફ સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ અનુભવી અને વહીવટી જ્ઞાન ધરાવે છે. જેમણે ખુલાસો કરતા જણાવ્‍યું હતું કે, આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્‍યા નથી અને જો વિકાસના કામમાં ભ્રષ્ટાચાર હોય તો એની તપાસ કરાવી યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. તેમ છતાં પણ પંચાયતની બોડીમાં બહુમતી હાંસલ કરવામાં નિષ્‍ફળ ગયેલા સરપંચશ્રીની હાલત કફોડી બની જવા પામી છે. અહીં ‘દુઃખેછે પેટ અને કૂટે માથું’ જેવી પરિસ્‍થિતિ નિર્માણ થતાં ગ્રામજનોએ પણ મનોમંથન કરવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ વલસાડ જિલ્લામાં આવી પહોંચતા સ્‍વાગત કરાયું, માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment