January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.20: તારીખ 18/08/2023 ના રોજ ધારાગીરી બ્રિજ જોડે એક યુવક બાઈક લઈને સાસરીમાં જઈ રહ્યો હતો અને કારએ પાછળથી ટક્કર મારી અને તે યુવક રવિભાઈ ઠાકોરભાઈ રાથોડ પડી જતા તેમને માથામાં અને પગમાં ફ્રેકચર થઈ ગયુ હતુ ત્‍યાંથી કોઈક ભાઈએ મદદ માટે 108 એમ્‍બ્‍યુલન્‍સમાં કોલ કર્યો અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલીમાં 108 એમ્‍બ્‍યુલન્‍સને કોલ મળતા તરત જ મરોલી 108ની ટીમ 108 એમ્‍બ્‍યુલન્‍સના પાયલોટ તુષારભાઈ પટેલ તેમજ ઈએમટી રહેવર કુલદીપસિંહ ઘટના સ્‍થળ પર પહોંચી ગયા અને ત્‍યાં ઘટના સ્‍થળ પર પેસન્‍ટનુ ડ્રેસીંગ કર્યુ અને પગમાં ફ્રેકચર થઈ ગયુ હતુ તેને ઈ મોબિલાઈઝ કર્યુ પણ ત્‍યાં તેમની બાઈક અને મોબાઈલ હતા તેમની બાઈકની ચાવી અને મોબાઈલ ઈએમટી કુલદીપસિંહએ તે લઈને તેમના સાથી પાયલોટને સાચવવા આપી દીધા. ત્‍યાં પેસન્‍ટ રવિભાઈના સસરાને જાણ કરેલ હતી એટલે તે આવીપહોંચ્‍યા અને તેમને અંદાજિત 100000 રૂપિયાનો મુદ્દામાલ જેવું કે અંદાજિત 80000ની બાઈક અને 20000નો મોબાઈલ સુપરત કરીને 108 મારોલીની ટીમએ જીવ સાથે સાથે તેમના પૈસા અને મોબાઈલ પણ બચાવ્‍યા છે. આ જમાનામાં લોકો આવું મોબાઈલ કે પછી પૈસા જોવે તો ચોરી લેતા હોય છે. પણ 108 ટીમ મારોલીએ માનવતા દાખવી છે અને તેમની આ કામગીરી જોઈને તેમના ઉપલી અધિકારી નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તરફથી મારોલી 108ની ટીમ ઈએમટી કુલદિલ સિંહને તેમજ પાયલોટ તુષારભાઈ પટેલને ગુડ જોબનું બિરુદ આપવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

Leave a Comment