October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

ભાજપમાં પદ પ્રતિષ્‍ઠા અને મોભો ગૌણ પરંતુ સૌથી પહેલાં જવાબદારીઃ પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલનું આજે દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ખુબ જ ઉમળકાભેર શાનદાર અભિવાદન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલને ઢોલ-નગારાના નાદ અને આતશબાજીની રમઝટ સાથે આન બાન અને શાનથી વધાવવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલે કાર્યકરોને સંબોધતા ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભાજપમાં પદ પ્રતિષ્‍ઠા કે મોભો ગૌણ છે, પરંતુ સૌથી પહેલાં જવાબદારી આવે છે. તેમણે દરેકને સાથે લઈ દરેકને જોડી કામ કરવા પોતાની તત્‍પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી અને પ્રદેશના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, પ્રદેશ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રીઅસ્‍પીભાઈ દમણિયા, લોકસભા ચૂંટણીના કન્‍વીનર શ્રી નવિનભાઈ પટેલ, દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી બી.એમ.માછી, વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકરો ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

Leave a Comment