Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

સંઘપ્રદેશ પ્રશાસનની શિક્ષણલક્ષી ઉદાર નીતિના કારણે દમણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા વધુ થઈ રહેલા નામાંકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30: દમણજિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે દમણ જિલ્લામાં અભ્‍યાસ કરતી ધોરણ-8ની 1365 વિદ્યાર્થીનીઓને સરસ્‍વતી વિદ્યા યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિભિન્ન પરિયોજનાઓનું લોકાર્પણ તથા વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભોના વિતરણનું જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ, વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભોનું વિતરણ તથા અન્‍ય પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસન દ્વારા કન્‍યા કેળવણીને ઉત્તેજન આપવા તથા પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવાના ઉમદા આશય સાથે દર વર્ષે ધોરણ-8મા અભ્‍યાસ કરતી દરેક વિદ્યાર્થીનીઓને સરસ્‍વતી વિદ્યા હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે. સદર યોજનાથી દૂરવર્તી વિસ્‍તારથી અભ્‍યાસ કરવા માટે શાળાએ આવતી વિદ્યાર્થીઓને લાભ થશે.
પ્રદેશનું પ્રત્‍યેક બાળક ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે તે આશયથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દૃષ્‍ટિવંત આયોજન અને પ્રેરણા થકી ગતવર્ષોમાં શિક્ષણ વિભાગ દ્વારા નવીનત્તમ પહેલ કરી સરસ્‍વતી વિદ્યા યોજના, શાળા પ્રવેશોત્‍સવ, મિશન વિદ્યા, ગુણોત્‍સવ, સ્‍માર્ટ ક્‍લાસરૂમ, બાળકોને મફત બેગ, પાઠયપુસ્‍તક, નોટબૂક, યુનિફોર્મ વગેરે જેવા ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્‍યા છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના શુભ હેતુથી શરૂ થયેલા આ કાર્યક્રમોથી સુંદર પરિણામો પ્રાપ્ત થયા છે અને પરિણામે દમણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા વધારે નામાંકન થવા પામ્‍યું તથા ડ્રોપ આઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પ્રસંગે ઉચ્‍ચ શિક્ષણ વિભાગના સહાયક શિક્ષણ નિયામક શ્રી મણીલાલભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિયામક શ્રી બી. કન્નન, દમણ નગરપાલિકાના શિક્ષણ અધિકારી શ્રી વાય.એસ.મોડાસીયા, અન્‍ય શાળામાંથી ઉપસ્‍થિત આચાર્યશ્રીઓ, લાભાર્થી વિદ્યાર્થીનીઓ તથા વિવિધ શાળાની શાળા વ્‍યવસ્‍થાપન સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી કિર્તિભાઈ મીટના દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

Leave a Comment