કરવડથી ખાનપુર રોડ બેહાલ :
ઠેર ઠેર ખાડાને લઈ વારંવાર સર્જાતા અકસ્માત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપીથી શામળાજી નેશનલ હાઈવેનો કહેવાતા 22.5 કરોડના ખર્ચે બનાવાયો છે પરંતુ આ રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આક્ષેપ ધરમપુર તા.પં. સભ્યએ પ્રાંતમાં કરેલ લેખિત ફરિયાદમાં જણાવાયું છે.
વાપી શામળાજી રોડએ વરસાદ પહેલાં જ જવાબ આપી દીધો હતો. વરસાદ બાદ તો રોડની હાલત અત્યંત ખરાબ, ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ચૂક્યા છે. રોડ અને પુલ પર પડી ગયેલા ખાડાઓને લઈ વારંવાર નાના મોટા અકસ્માતો થતા રહ્યા છે તેથી ધરમપુર તા.પં. સભ્ય કલ્પેશ પટેલએ આજે ધરમપુર પ્રાંતમાં આપેલ લેખિત ફરિયાદ મુજબ તેમણે માંગણી કરી છે કે રોડને લઈ કોઈ અકસ્માતનો ભોગ બને તો તેનું વળતર કોન્ટ્રાક્ટરે ચુવવું, પ્રજાના ટેક્ષના રૂપિયાથી કરેલ રોડ કામગીરીના કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવો જોઈએ. તેમજ હાલમાં ખાડાઓનું રિપેરીંગ સમારકામ પ્રોપર અને તાકીદે કરવું જોઈએ તેવી માંગણી સહિત કલ્પેશ પટેલએ ચિમકી ઉચ્ચારી હતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.