Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.01: ગત તા.30મી ઓગસ્‍ટના રોજ કચીગામની સરકારી પ્રાથમિક શાળાના હેડમાસ્‍તર શ્રી રતિલાલભાઈ જી. પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટ શ્રી એમ.ડી.પટેલ, આસિસટન્‍ટ. ડાયરેક્‍ટ જિલ્લા પંચાયત શ્રી બી. કાનન અને એજ્‍યુકેશન ઓફિસર મ્‍યુનિસિપલિટી શ્રી વાય. એસ. મોડાસીયા તેમજ એ.ડી.ઈ.આઈ શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રીમતી સ્‍મિતા થોમસ તેમજ કચીગામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, કચીગામ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, પંચાયતના સભ્‍યો, બી.આર.સી. ભાવિની દેસાઈ, સી.આર. સી. શ્રી નરેન્‍દ્ર પટેલ, અગ્રણી કોન્‍ટ્રાક્‍ટર (સ્‍કૂલ)ના શ્રી હિતુભાઈ પટેલ તેમજ તેમના સાથી સહ કાર્યકર, અન્‍ય શાળાના આચાર્યો, શિક્ષક મિત્રો તેમજ પરિવારના સભ્‍યો, મિત્રો હાજર રહી શ્રી રતિલાલભાઈના બહોળા અનુભવ અને કાર્યોની ખૂબજ પ્રશંસા કરી.
વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતા હેડ માસ્‍ટર શ્રી રતિલાલભાઈ પટેલે પ્રા. શાળા ઝરીથી કારકીર્દીની શરૂઆત તા.15.06.1982માં કરી હતી. તે સમયે શાળામાં 1 થી 7 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરતા હતાં, ત્રણ વર્ષ બાદ શાળામાં હાઈસ્‍કૂલ શરૂ કરવામાં આવી હતી. જેમાં શ્રી રતિલાલભાઈ પટેલનો ખુબ જ સારો સહયોગ રહ્યો હતો. ત્‍યારબાદ શ્રી રતિલાલભાઈ જી. પટેલની બદલી થતાં તેઓએ 6 વર્ષ દમણવાડા શાળામાં સેવા આપી હતી અને ત્‍યારબાદ 1996માં આસિસન્‍ટ ડાયરેક્‍ટનાં આદેશ અનુસાર આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટરએજ્‍યુકેશન વિભાગમાં સતત 21 વર્ષ સેવા આપી હતી. જેમાં કેટલાયના પ્રમોશન, સિનિયર સ્‍કેલ, રિક્રુટમેન્‍ટ જેવા સરાહનીય કાર્ય કરી લોકોના દિલ જીતી લીધા હતાં. ત્‍યારબાદ વર્ષ 2010માં હેડ માસ્‍તરનું પ્રમોશન થતાં કચીગામ ખાતે આવેલ દમણની મોટામાં મોટી શાળા જેની મોડેલ સ્‍કૂલનાં નામથી સ્‍થાપના કરવામાં આવે છે તે શ્રી રતિલાલભાઈ જી. પટેલના પ્રયાસોને આભારી છે. આ શાળામાં હાલમાં 3000થી વધુ બાળકો અભ્‍યાસ કરે છે.
શ્રી રતિલાલભાઈ પટેલે દમણ વિભાગ ટીચર્સ સોસાયટીમાં સેક્રેટરી તરીકે પણ 21 વર્ષ સેવા બજાવી શિક્ષકોના દિલમાં સ્‍થાન બનાવ્‍યું હતું અને જે સોસાયટીમાં રૂા.50,000/- લોન પેટે મળતા હતા તે રૂા.3,00,000 કરવામાં સિંહ ફાળો આપ્‍યો છે.
હેડમાસ્‍તર શ્રી રતિલાલભાઈ જી. પટેલના વિદાયમાન દરમિયાન શાળાના શિક્ષક પરિવાર તરફથી તેમજ બાળકોએ સ્‍મૃતિભેટ આપી અને શાલ ઓઢાડી તેમનું સન્‍માન કર્યું હતું. શ્રી રતિલાલભાઈ નિવૃત્ત થતાં શિક્ષણ વિભાગને એક પ્રતિભાશાળી એવા કર્મઠ કર્મચારીની ખોટ સાલસે, એમણે કરેલ કાર્યો વર્ષો સુધી યાદ રખાશે.
કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામનો શ્રી નરેન્‍દ્ર પટેલે આભાર વ્‍યક્‍ત કરી કર્યો હતો.

Related posts

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

Leave a Comment