સ્થાનિક રહીશો અને વાહન ચાલકો વચ્ચે વિવાદો વધી રહ્યા છે તેથી પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: છેલ્લા કેટલાક સમયથી વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે તેની સાથે સાથે સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે. ટેમ્પરરી કાર્યરત કરાયેલ નવા ફાટક બંધ હોય ત્યારે અને ખુલે ત્યારે વાહનોની લાંબી કતારો લાગી જતી હોય તેથી વાહન મોટાભાગના વાહન ચાલકો ગુલઝાર ટ્રાવેલ્સથી થઈ નૂતન નગરની રહેણાંક વિસ્તારના આંતરિક રોડ ઉપર અવર જવર કરે છે. તેથી વારંવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આ અકસ્માતો અટકાવવા નૂતન નગરનાઆંતરિક રોડો ઉપર બમ્પર બનાવવાની સ્થાનિક રહીશોએ પાલિકામાં લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.
પુલની કામગીરીને લઈ વાહનો નૂતન નગરમાંથી અવર જવર કરી રહ્યા છે તેથી અકસ્માત નિવારવા માટે માધવ જેમ્સ અને હિરલ પાર્ક, હીરલ પાર્ક કોમન પ્લોટ, ઓઈલની દુકાનની બન્ને સાઈડ, સરદાર પટેલ બગીચાના વળાંકમાં બન્ને સાઈડ રોશની એપાર્ટ અને ટાંકી વચ્ચે ટાંકીથી ગુલઝાર ટ્રાવેલ્સ સુધીના વિવિધ સ્થળો જોખમી છે. રહેણાંક વિસ્તાર પણ છે તેથી અકસ્માત નિવારવા રોડ બમ્પર રાખવા જરૂરી છે. આ બાબતે સ્થાનિક વોર્ડ નં.3ના ચાર કોર્પોરેટરોને રજૂઆત કરાઈ છે. તેમ છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી નહી થતા સ્થાનિક નાગરિક નિરંજન પટેલએ વાપી પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નૂતન નગરમાં આંતરિક રોડો ઉપર રોડ બમ્પની જોગવાઈ કરવાની માંગણી કરી છે.