Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીમાં ગુરૂવારની મોડી રાત્રિ દરમ્‍યાન પડેલ ભારે ધોધમાર વરસાદને કારણે વારંવાર પ્રશાસનના ધ્‍યાનમાં લાવવામાં આવી રહેલ એવા ખાનવેલ-દૂધની રોડ જેને ચોમાસા પહેલા ખોદી કાઢવામાં આવેલ છે. આ રોડ વારંવાર કાદવ-કીચડ વાળો બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ સ્‍માર્ટ સીટી અંતર્ગત પ્રશાસન દ્વારા સેલવાસથી દૂધની સુધી મુસાફરોના આવન-જાવન માટે ઈલેક્‍ટ્રીક બસ ચલાવવામાં આવી રહી છે. જે અન્‍વયે સેલવાથી દૂધની તરફ ગયેલ બસ પરત સેલવાસ આવી રહી હતી તે સમયે ખાનવેલ નજીક રસ્‍તાની સાઈડ પર ફસાઈ ગઈ હતી જેમાં સવાર મુસાફરોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદથી બસને બહાર કાઢવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીના દરેક મુખ્‍ય રસ્‍તાઓ પર મસમોટા ખાડાઓ પડેલા છે જેનું રિપેરિંગ પણ કરવામાં આવ્‍યું નથી અને તેથી જ વારંવાર વાહનો ખોટકાઈ જવા કે વાહનોની એકબીજા સાથે ટક્કર થવી વગેરે ઘટનાઓ બની છે.

Related posts

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

Leave a Comment