વલસાડના ખેડૂતે દીકરીના જન્મ દિવસે પ્રાકૃતિક ખેતીનું સંમેલન રાખ્યુ હતું
પારડીના ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું પંચ સ્તરીય બાગાયતી ખેતીનું મોડલ બનાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સન્માનિત ખેડૂતો પોતે તો પ્રાકળતિક ખેતી કરી જ રહ્યા છે પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રાકળતિક ખેતીનું માર્ગદર્શન આપે છે. જેથી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના પણ 3 ખેડૂતોનું સન્માન કરાયું હતું.
વલસાડ તાલુકાનાં કોચવાડા ગામના હરેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજસિંહ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં નિકુંજભાઈ દ્વારા તેમની છોકરી વૈદેહીના જન્મ દિવસે પોતાના ઘરે પ્રાકૃતિક ખેતીનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં અંદાજે 300 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સિવાય પારડી તાલુકાનાં કોલક ગામના ખેડૂત અમિત કાંતિલાલ મકરાણીનું પ્રાકૃતિક ખેતી દ્વારા પંચસ્તરીય બાગાયતી મોડેલ બનાવવા માટે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના હસ્તે ખેડૂતોનું સન્માન થતા તેઓનો ઉત્સાહ બેવડાયો હતો. જેથી વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ મળશે.