વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના યશસ્વી નવ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની રૂપરેખાથી સૌને અવગત કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી,વલસાડમાં પ્રબુધ્ધ નાગરિક, વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લા સહિત દેશ, રાજ્યમાં કેન્દ્રની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પૂર્ણ કરાયેલ સિમચિન્હ રૂપ વિવિધ વિકાસ કાર્યો, દેશ, વિદેશમાં દેશને પ્રથમ હરોળમાં પ્રસ્થાપિત કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલ સાહસિક નિર્ણયો વિગેરેની સવિસ્તાર માહિતી ઘરે ઘરે પહોંચે એટલા માટે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી અને વલસાડમાં સમાંતર સંમેલનનું આયોજન કરાયું હતું. વાપી વી.આઈ.એ. હોલમાં અને વલસાડમાં છીપવાડ પ્રજાપતિ હોલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. મુખ્ય વક્તા તરીકે રાજ્યના કેબિનેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને હોદ્દેદારોએ નરેન્દ્રભાઈ મોદીના સફળતા પૂર્વકના સુશાસનનની સવિસ્તાર માહિતી સાથે 30 મેથી 30 જૂન જનસંપર્ક અભિયાનની જાહેરાત કરાઈ હતી.