August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાએ પણ આકસ્‍મિક મુલાકાત લઈ કામકાજનું નિરીક્ષણ કરી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ(હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
ઘેલવાડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જિજ્ઞેશભાઈ પટેલના નેતૃત્‍વમાં સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ જાગૃતિ અભિયાન અંતર્ગત આજે વિવિધ વાણિજ્‍યક દુકાનોમાં જઈ દુકાનદારોને સુકા અને ભીના કચરાથી માહિતગાર કરાયા હતા.
ઘેલવાડ ગ્રામ પંચાયત દ્વારા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના ચાલી રહેલા જાગૃતિ અભિયાન દરમિયાન દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને વિકાસ ઘટક અધિકારી (બી.ડી.ઓ.) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ પણ આકસ્‍મિક મુલાકાત લઈ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ(હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ની સમજ આપી હતી.
આ પ્રસંગે ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલે દુકાનદારોને સુકો કચરો અને ભીનો કચરો અલગ તારવવા તથા સુકા અનેભીના કચરાની શ્રેણીમાં કયો કયો કચરો આવે તે બાબતે પણ માહિતી આપી હતી અને જોખમી કચરા બાબતે પણ સમજ આપી હતી.
આ સમગ્ર અભિયાનમાં ઘેલવાડ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી આનંદ પંચાલ તથા પંચાયતના સભ્‍યો પણ જોડાયા હતા.

Related posts

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં આઈટી વિદ્યાર્થીઓ માટે ટેક ટેલ્‍ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

Leave a Comment