Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

બબીતા હાલમાં નવ મહિના સાથે ગર્ભવતી હોય રિમાન્‍ડ દરમ્‍યાન એક ડોકટર અને એમ્‍બ્‍યુલન્‍સ સતત હાજર રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: વલસાડના સેગવી ખાતે રહેતી ગાયક વૈશાલીના મર્ડરની મુખ્‍ય આરોપી એવી બબીતા શર્માને આજરોજ પારડી પોલીસે પારડી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્‍ડની માગણી કરી હતી કારણકે વૈશાલીને બેભાન કરવા માટેનું ક્‍લોરોફોમ કઈ દુકાનમાંથી ખરીદવામાં આવ્‍યું હતું, બનાવના સ્‍થળેથી આજ સમયે પસાર થતી ઈકો કારમાં સવાર બે વ્‍યક્‍તિઓએ બબીતાને જોઈ હોય ઓળખ પરેડ તથા એક રીક્ષા પણ ત્‍યાંથી પસાર થઈ હોય આ તમામની તપાસ બાકી હોવાનું જણાવી પોલીસે સાત દિવસના રિમાન્‍ડ માગ્‍યાહતા.
પરંતુ સામાં પક્ષે વલસાડના પ્રખ્‍યાત અને વિદ્વાન ધારાશાષાી ઐયાઝ શેખે ધારદાર દલીલો કરતા પારડી કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હતા અને આ રિમાન્‍ડ દરમ્‍યાન એક ડોકટર અને એમ્‍બ્‍યુલન્‍સ સતત હાજર રાખવા ઉપરાંત સિવિલ ગાયનોલીસ્‍ટ તથા નજદીકી હોસ્‍પિટલને પણ જાણ કરવાનું જણાવ્‍યું હતું.

વૈશાલી મર્ડરના આરોપીની થઈ ઓળખ પરેડ

આરોપી ગર્ભવતી હોય અન્‍ય છ જેટલી ગર્ભવતી ડમી મહિલાઓને સાથે રાખી તાલુકા મેજિસ્‍ટ્રીટની સામે ઓળખ પરેડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

પારડી, તા.04: વલસાડની બહુચર્ચિત વૈશાલી હત્‍યા કેસમાં પારડી પોલીસ ખુબજ ઝીણવટભરી અને બારીકાઈથી કેસને સંબધિત દરેક પગલાઓ ભરી આ કેસની સચ્‍ચાઈ સુધી પહોંચવા અને મરનારને સાચો ન્‍યાય મળે એ માટેના પ્રયત્‍નો કરી રહી છે.
આ કેસને સંબધિત સાક્ષીઓને આજરોજ પારડી મામલતદાર કચેરી ખાતે લાવી તાલુકા મેજિસ્‍ટ્રીટની સામે આરોપી ગર્ભવતીમહિલાની સાથે અન્‍ય બીજી છ જેટલી ગર્ભવતી મહિલાઓ સાથે રાખી કુલ સાત જેટલી મહિલાઓ સાથે રાખી ઓળખ પરેડ કરવામાં આવી હતી. સાતેય મહિલાઓના વારંવાર સ્‍થાન બદલવા છતાં પણ સાક્ષીએ આ મહિલા આરોપીને ઓળખી બતાવી હતી.
સ્‍થાનિક લેવલે પારડી પોલીસે માસ્‍ટર માઈન્‍ડ એવી મુખ્‍ય આરોપીની ધરપકડ કરી છે પરંતુ આ હત્‍યાને અંજામ આપનારા પર પ્રાંતીય પ્રોફેશનલ કિલરોને પણ જલ્‍દીથી ધરપકડ કરે જેથી આ હત્‍યાની સચ્‍ચાઈ સુધી પહોંચી શકીએ.

Related posts

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment