ફોરેસ્ટ વિભાગ અનેએન.જી.ઓ.ના યુવાનોએ પ્રેરક ફરજ અદા કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી દમણગંગા નદી કિનારે અઢી દિવસીય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી મામ માટે સાથે સાથે પ્રેરક કામગીરી પણ થઈ હતી. નદી કિનારે વિસર્જન કરવા આવતા મંડળોના ભાવિકોને ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ દ્વારા 300 ઉપરાંત છોડવાનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગણેશ ઉત્સવની ઉજવણીમાં હવે પર્યાવરણ વિષયક થીમ અને આયોજનો વિવિધ પંડાલના ગણેશ મંડળો દ્વારા અપનાવાઈ રહ્યો છે. ઈકો ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિઓની સ્થાપનાનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ધર્મ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ વર્તમાન ગણેશ મહોત્સવમાં જોવા મળી રહ્યો છે. વાપી દમણગંગા નદી કિનારે ગણેશજીની મુર્તિઓ વિસર્જન કરવા ભક્તો આવે છે ત્યારે તેમને છોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જાગૃત યુવાનો અને એન.જી.ઓ. દ્વારા છોડ અર્પણ કરવાની પ્રેરક કામગીરી કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાઈ રહ્યો છે.