April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

ફોરેસ્‍ટ વિભાગ અનેએન.જી.ઓ.ના યુવાનોએ પ્રેરક ફરજ અદા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી દમણગંગા નદી કિનારે અઢી દિવસીય શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે ત્‍યારે પર્યાવરણની જાળવણી મામ માટે સાથે સાથે પ્રેરક કામગીરી પણ થઈ હતી. નદી કિનારે વિસર્જન કરવા આવતા મંડળોના ભાવિકોને ફોરેસ્‍ટ વિભાગ અને એનજીઓ દ્વારા 300 ઉપરાંત છોડવાનું વિતરણ કરવામાં આવ્‍યું છે.
ગણેશ ઉત્‍સવની ઉજવણીમાં હવે પર્યાવરણ વિષયક થીમ અને આયોજનો વિવિધ પંડાલના ગણેશ મંડળો દ્વારા અપનાવાઈ રહ્યો છે. ઈકો ફ્રેન્‍ડલી બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપનાનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ધર્મ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ વર્તમાન ગણેશ મહોત્‍સવમાં જોવા મળી રહ્યો છે. વાપી દમણગંગા નદી કિનારે ગણેશજીની મુર્તિઓ વિસર્જન કરવા ભક્‍તો આવે છે ત્‍યારે તેમને છોડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. જાગૃત યુવાનો અને એન.જી.ઓ. દ્વારા છોડ અર્પણ કરવાની પ્રેરક કામગીરી કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાઈ રહ્યો છે.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment