(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.31: પારડી તાલુકાના તિઘરા ગામે પારડી પોલીસે રેઈડ પાડી ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે રોકડ અને વાહન મળી કુલ્લે રૂા.67510નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પારડી પોલીસ મથકના પી.આઈ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં ફરતી પારડી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, અશોકભાઈ, જિતેન્દ્રભાઈ સહિતની ટીમને તિઘરા ગામે વડીલ ફળિયામાં પ્રવીણભાઈ નાયકાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં આમલીના ઝાડ નીચે તીન પત્તીનો પૈસા વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા છાપો માર્યો હતો અને પોલીસે જુગાર રમતા (1) જીતેશભાઈ એસ/ઓ દિલીપભાઈ રામુભાઈ નાયક ઉ.વ.33 ધંધો, નોકરી, (2) સુરજભાઇ વલ્લભભાઈ હળપતિ ઉ.વ. 21 ધંધો, મજુરી, (3) પ્રવિણભાઈ સોમાભાઈ નાયક ઉ.વ.35 ધંધો, મજુરી ત્રણેય રહે.તિઘરા ગામ, વડીલ ફળીયા તા.પારડી જી.વલસાડ, (4) અરવિંદભાઇ એસ/ઓ મહેશભાઈ ઝીણાભાઈ ધો.પટેલ ઉ.વ.25ધંધો. નોકરી રહે.સારણ ગામ, પારસી ફળીયા (5) ગીરીશભાઈ અરવિંદભાઈ નાયક ઉ.વ.32 ધંધો, કેટર્સ રહે. તિઘરા ગામ, બંગલા ફળીયા તા.પારડી જી.વલસાડને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને દાવ પર મૂકેલા તથા અંગ ઝડતી ના મળી રોકડા રૂા.2230 અને રૂા.10000 ના બે મોબાઈલ ફોન, બે એક્સેસ મોપેડ નંબર જીજે-15-ડીજી- 5483, અને જીજે-15-ડીપી-8936 જેની કિંમત રૂા.55000 મળી કુલ્લે રૂા.67.510નો મુદ્દામાલ પારડી પોલીસે કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Previous post